મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) - Dada Bhagwan & Dr. Niruben Amin

મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)

By Dada Bhagwan & Dr. Niruben Amin

  • Release Date: 2016-07-22
  • Genre: Religion und Spiritualität

Beschreibung

મા – બાપ અને છોકરા વચ્ચેનો સંબંધ એ પોતાના અસ્તિત્વની મૂળભૂત કડી છે. આપણા મહાન ભગવાનોને પણ મા – બાપ હતા જેમનો તેઓ આદર કરતા અને તેમને પૂજ્ય ગણતા. આજના જમાનામાં આ સંબંધ જટિલ થઇ રહ્યા છે. મા – બાપોને તેમના છોકરાઓ સામે ફરીયાદોની લાંબી યાદી છે, જેવી કે છોકરાઓ તેમની આજ્ઞા પાળતા નથી, મોડા ઉઠે છે, ભણતા નથી, તેમને ખોટી આદતો પડી છે, એકબીજા સાથે ઝગડે છે, વગેરે. છોકરાઓ મા – બાપની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી. તેવી જ રીતે છોકરાઓને લાગે છે કે મા – બાપ તેમને સમજવા માગતા નથી, વધારે પડતા કડક છે, વગેરે વગેરે. આ પુસ્તકમાં, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીના, કુટુંબની અંદરના આ ઘનિષ્ટ સંબંધો વિષેના સત્સંગો આપવામાં આવ્યા છે. હાલની સમસ્યાઓને સંસારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ચર્ચવામાં આવી છે. જૂની અને નવી પેઢી વચ્ચે વધતી તિરાડો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મા – બાપની ફરજો અને બાળકો, તરુણો, કિશોરો, અને યુવાન વયસ્કોની તેમના મા – બાપ પ્રત્યેની ફરજો, સ્પષ્ટતા અને કરુણાથી સમજાવવામાં આવી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રેમ અને સ્નેહથી કેવી રીતે મા – બાપ છોકરાના આ સુંદર સંબંધમાં સુમેળ સાધી શકાય તે હેતુથી ‘હકારાત્મક બાલઉછેરનો પાયો નાખવામાં પહેલ કરી છે? આ પુસ્તકના બે વિભાગ પાડવામાં આવ્યા છે, પહેલાં વિભાગમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ મા – બાપની છોકરાં સાથેની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી છે. બીજા ભાગમાં છોકરાંને મા – બાપ સાથેના વ્યવહાર માં આવતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે. આ પુસ્તક મા – બાપ અને છોકરાં વચ્ચે સુમેળ સાધી, સંબંધો ઉષ્માભર્યા બનાવવામાં ખુબ જ મદદરૂપ થશે.